15 august

dp- independent Special

15 August Special 2026 7 Best Patriotic Songs Collection भारत माता को समर्पित गीत

He gujarne wali hawa Jara Hindi Song

15 अगस्त 2024 Top 10 2024 Independence Day Nonstop Songs.mp3

વંદે માતરમ્ (રાષ્ટ્રગાન)

ઝંડાગીત

1 sandeshe aate he - urban primary

2. Aaj dil pe haath rakh ke dance- vrkarve progressive primary

3. Ae Watan - vrkarve progressive - secondary

4. mime - the new progressive collage of teachers education

5. SARE JANHA SE PYARI - Urban girls - higher secondary

6. Ma se he mati -fine arts

7. Jayatu Jayatu Bharatam - Urban girls - secondary

8. operation sindhur - vrkarve progressive - higher secondary

જન ગણ મન (રાષ્ટ્રગાન)

std 12 statistics chapter 1 index


સૂચકઆંકનાં લક્ષણો

ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ-1 અર્થશાસ્ત્રમાં આલેખ થીયરી

પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ

વિભાગ A

1. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? à અસતત

2. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? àસતત

3. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? à સાદી સ્તંભ આકૃતિ અને પાસપાસેની સ્તંભ આકૃતિ

4. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? à અભ્યાસ માટેનું એક સાધન છે

5. આર્થિક માહિતી માટેની ડેટા CD કોણ તૈયાર કરે છે? à પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે

6. અર્થશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? à સામાજિક

7. વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી કયા શાસ્ત્રમાં અપાય છે? à અર્થશાસ્ત્ર

8. આર્થિક ઘટનાઓના વિશ્લેષણ માટે ખાસ કરીને કેટલા પ્રકારનાં ચિત્રો દોરવામાં આવે છે? à બે

9. સ્વયં સ્પષ્ટ માહિતી માટે શું દોરવામાં આવે છે? à આકૃતિ

10. આકૃતિ દોરવા, સમજવા કે સમજાવવા માટે કયા વિષયનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું? àઆંકડાશાસ્ત્રનું

11. ચિત્રને યોગ્ય કદનું બનાવવા માટે શું ઉપયોગી છે? àસ્કેલમાપ

12. શું દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને ચિત્ર અધિકૃત બને છે? àમાહિતીનો સ્રોત

13. આકૃતિના પ્રકારો કેટલા છે? à

14. બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવતી આકૃતિ એટલે ... à રેખા આકૃતિ

15. કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવતી આકૃતિ એટલે ... à સ્તંભ આકૃતિ

16. સ્તંભની ઊંચાઈ (લંબાઈ) તે વિભાગ / સમય માટે શું દર્શાવે છે? à ચલનું મૂલ્ય

17. સામાન્ય રીતે સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર હોય છે. à ત્રણ

18. કોઈ એક આધાર ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ કઈ? à સાદી સ્તંભ આકૃતિ

19. કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે તે આકૃતિ કઈ? à પાસપાસેની સ્તંભ આકૃતિ

20. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? à વિભાજિત સ્તંભ આકૃતિ

21. આકૃતિ કે આલેખમાં x-ધરી પર શું દર્શાવાય છે? à સમય

22. જન્મદર-મૃત્યુદર માહિતીને એકસાથે દર્શાવવા કઈ આકૃતિ ઉપયોગી છે? à પાસપાસેની સ્તંભ આકૃતિ

23. આકૃતિ કે આલેખમાં y-ધરી પર શું દર્શાવવામાં આવે છે? à ચલ

24. સ્તંભ આકૃતિ દોરતી વખતે દરેક સ્તંભ સામાન્ય રીતે કઈ ધરી પર દોરવામાં આવે છે? à x-ધરી

25. વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું ક્ષેત્રફળ 360° હોવાથી ચલનું કુલ મૂલ્ય ......... દ્વારા દર્શાવવામાં આવે છે.

à 360°

26. વર્તુળના વૃત્તાંશ કેટલા હોય છે? à 360°

27. 1991થી 2001ના દાયકામાં ભારતમાં વસ્તીવૃદ્ધિ-દર કેટલા ટકા હતો? à 21.54

28. કયું શાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે? à અર્થશાસ્ત્ર

29. ડિજિટલ ટેક્નોલોજીનું એક સ્વરૂપ એટલે? à ઇન્ટરનેટ

30. ......... આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. à એક્સલ વર્કશીટ

31. સમય આધારિત રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલ કઈ ધરી પર દર્શાવાય છે? à x-ધરી

32. વૃત્તાંશ , આવૃત્તિ બહુકોણ, આવૃત્તિવક્ર, સંચયી આવૃત્તિ બહુકોણ માંથી કયું ચિત્ર આલેખ નથી? à વૃત્તાંશ

33. બેન્કિંગ અંગેની માહિતી નીચેનામાંથી કઈ વેબસાઇટ ઉપરથી મળી શકે? à RBI

34. નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? à ચિત્રાકૃતિ

35. વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? à 360°

36. નીચેનામાંથી કયો આકૃતિનો એક પ્રકાર છે? à ચિત્રાકૃતિ

 

વિભાગ B

1. આકૃતિ એટલે શું?

à સ્વયં સ્પષ્ટ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ.

2. આલેખ એટલે શું?

à સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતીને સ્પષ્ટ કરવા અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ.

3. સ્તંભ આકૃતિ એટલે શું?

à કોઈ એક ચલના મૂલ્યના વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ.

4. વૃત્તાંશ આકૃતિ એટલે શું?

à એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને આપેલી માહિતીને વર્તુળના ભાગ પાડી દર્શાવવામાં આવે ત્યારે બનતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. અથવા વૃત્તાંશ આકૃતિ એટલે આપેલી માહિતીના પેટાવિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિ.

5. ડેટા CD એટલે શું?

à કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે અને તે આંકડાઓને CDમાં સંગ્રહ કરવામાં આવે છે. તે ડેટા CD કહેવાય.

6. અર્થતંત્રના ફેરફારો કયાં ચિત્રો દ્વારા વ્યક્ત થાય છે? અથવા આર્થિક ઘટનાઓના વિશ્લેષણ માટે ખાસ કરીને કયાં બે પ્રકારનાં ચિત્રો દોરવામાં આવે છે?

à અર્થતંત્રના ફેરફારો આકૃતિ અને આલેખ દ્વારા વ્યક્ત થાય છે.

7. આંકડાશાસ્ત્રની દષ્ટિએ ક્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે કે દોરવામાં આવે છે?

à જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે.

8. આકૃતિનો ઉપયોગ ક્યાં વધુ થતો હોય છે?

à આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય (સરકાર) માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ પ્રજામાં જાગૃતતા ફેલાવવા માટે વધુ થતો હોય છે.

9. સામાન્ય પ્રજાને માહિતી આપવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?

à સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે.

10. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે?

à જ્યારે માહિતીને સતત આવૃત્તિ-વિતરણ માટે દર્શાવવાની હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે.

11. આલેખ દોરવા માટે અને સમજવા માટે કયા વિષયનું (કયા શાસ્ત્રનું) જ્ઞાન જરૂરી બને છે?

à આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રના વિષયનું જ્ઞાન જરૂરી બને છે.

12. આલેખનો ઉપયોગ વધુ ક્યાં કરવામાં આવે છે?

à આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે.

13. આકૃતિમાં 'x' અને 'y' ધરી ઉપર શું દર્શાવાય છે?

à આકૃતિમાં 'x' ધરી પર સ્વતંત્ર ચલ અને 'y' ધરી પર પરતંત્ર ચલ દર્શાવાય છે.

14. સમગ્રલક્ષી પરિબળોમાં થતાં વલણો શેના દ્વારા સ્પષ્ટ થાય છે?

à સમગ્રલક્ષી પરિબળોમાં થતાં વલણો સામાયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે.

15. સ્કેલમાપ કેમ લેવું જોઈએ? તે કોના આધારે લેવું જોઈએ?

à આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલમાપ લેવું જોઈએ જેથી ચિત્ર યોગ્ય કદનું બને.

16. આલેખ કે આકૃતિમાં x-ધરી પર શું લેવામાં આવે છે?

à આલેખ કે આકૃતિમાં x-ધરી પર સમય, સ્થળ, દેશ જેવી અચલ (સ્વતંત્ર ચલ) રાશિ લેવામાં આવે છે.

17. સામાન્ય રીતે 'y' ધરી પર શું દર્શાવવામાં આવે છે?

à સામાન્ય રીતે 'y' ધરી પર એકમદીઠ બદલાતી ચલરાશિ દર્શાવવામાં આવે છે. જેવાં કે - વસ્તીવૃદ્ધિ-દર, ઉત્પાદન, આયાત-નિકાસ ખર્ચ, ગરીબી, બેકારી વગેરેની ટકાવારી.

18. વિશ્વસનીય સ્રોત કોને કહેવાય?

à જે સંસ્થાએ માહિતી નિષ્ણાતોની મદદથી મેળવેલી હોય અને છાપેલી હોય તેવા સ્રોતને વિશ્વસનીય સ્રોત કહેવાય. દા.ત., CSO, NSSO, RBI, UNOની વેબસાઇટનો ઉપયોગ કરીને મેળવેલી માહિતી વિશ્વસનીય કહેવાય.

19. રેખા આકૃતિ શું દર્શાવે છે? અથવા રેખા આકૃતિ એટલે શું?

à બે ચલ વચ્ચેનો સંબંધ અને તેના ઢાળ દર્શાવતી આકૃતિ એટલે રેખાકૃતિ. રેખાકૃતિ એ સમયના સંદર્ભમાં કોઈ એક ચલનાં સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ છે.

20. સ્તંભની ઊંચાઈ (લંબાઈ) શું દર્શાવે છે?

à સ્તંભની ઊંચાઈ (લંબાઈ) તે વિભાગ / સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે.

21. સ્તંભ આકૃતિમાં સ્તંભની પહોળાઈ શાથી એકસરખી હોય છે?

à સ્તંભ આકૃતિમાં સ્તંભની પહોળાઈ એકસરખી હોય છે, કારણ કે, સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી.

22. સ્તંભ આકૃતિના કેટલા અને કયા કયા પ્રકાર છે?

à સ્તંભ આકૃતિના કુલ ત્રણ પ્રકારો છે : (i) સાદી સ્તંભ આકૃતિ, (ii) પાસપાસેની સ્તંભ આકૃતિ, (iii) વિભાજિત સ્તંભ આકૃતિ.

23. સાદી સ્તંભ આકૃતિ એટલે શું?

à કોઈ એક આધાર (દેશ કે પ્રદેશ) ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવી સરખામણી કરતી આકૃતિ એટલે સાદી સ્તંભાકૃતિ.

24. પાસપાસેની સ્તંભ આકૃતિ એટલે શું? અથવા પાસપાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે?

à જ્યારે કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે, ત્યારે આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોનાં મૂલ્યો દર્શાવતાં અલગ અલગ સ્તંભો દોરવામાં આવે છે, ત્યારે બનતી આકૃતિ એટલે પાસપાસેની સ્તંભ આકૃતિ કહે છે.

25. વિભાજિત સ્તંભ આકૃતિ ક્યારે બને છે?

à જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે.

26. વૃત્તાંશ શોધવાનું સૂત્ર આપો.

à વૃત્તાંશ = (પેટામૂલ્ય / કુલ મૂલ્ય) × 360

27. આલેખના મુખ્ય પ્રકારો કેટલા છે? કયા કયા?

à આલેખના મુખ્ય પ્રકારો ત્રણ છે : (i) સામાયિક શ્રેણીનાં વલણો દર્શાવતાં આલેખ (ii) સતત આવૃત્તિ-વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ (iii) લઘુગુણક (લૉગ) આધારિત આલેખ

28. સામાયિક શ્રેણીના આલેખ કોને કહેવાય?

à વ્યાપાર કે આર્થિક પ્રવૃત્તિનાં ચક્રોમાં ટૂંકા કે લાંબા ગાળાનાં નિયમિત કે અનિયમિત પરિવર્તનોનાં વલણોને આંકડાશાસ્ત્રનાં સાધનો દ્વારા તથા સમયને આધાર તરીકે લઈને જ્યારે આલેખમાં દોરવામાં આવે ત્યારે તેને સામાયિક શ્રેણી આલેખ કહેવાય છે.

29. પાવર-પોઇન્ટ પ્રેઝન્ટેશન શું છે?

à પાવર-પોઇન્ટ પ્રેઝન્ટેશન અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને રજૂ કરવાની સરળ રીત છે.

30. એક્સલ વર્કશીટ શું છે?

à એક્સલ વર્કશીટ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવાનો અનોખો પ્રોગ્રામ છે.

31. આજના યુગમાં કમ્પ્યુટરનાં મોટા ભાગનાં કાર્યો શેના દ્વારા થઈ શકે છે?

à આજના યુગમાં કમ્પ્યુટરનાં મોટા ભાગનાં કાર્યો ટેબલટ કે મોબાઇલ ફોન દ્વારા થઈ શકે છે.

32. ઇન્ટરનેટ શેનું સ્વરૂપ છે?

à ઇન્ટરનેટ ડિજિટલ ટેક્નોલોજીનું એક સ્વરૂપ છે.

33. આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામો જણાવો.

à આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામો SPSS, SHAZAM, E-Views, SAS વગેરે છે.

34. કમ્પ્યુટર માટેના કયા સોફ્ટવેર ઇન્ટરનેટ પરથી વિના મૂલ્યે મળે છે?

à Gretl, PSPP, R વગેરે સોફ્ટવેર ઇન્ટરનેટ પરથી વિના મૂલ્યે મળે છે.

35. પૂર્ણ રૂપ આપો :

à (1) CMIE : Centre for Monitoring Indian Economy

(2) ILO : International Labour Organization

(3) CSO : Central Statistical Organization

(4) NSSO : National Sample Survey Organization

(5) WHO : World Health Organization

(6) UNO : United Nation's Organization

(7) IMF : International Monetary Fund

(8) CD : Compact Disc

(9) RBI : Reserve Bank of India

36. જ્યારે માહિતી સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે શું દોરવામાં આવે છે?

à જ્યારે માહિતી સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે.

ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ-2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો થીયરી

પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

વિભાગ A

1. "વિકાસ એક બહુપરીમાણીય પ્રક્રિયા છે." આ વિધાન કોણે રજૂ કર્યું છે?   ટોડેરો

2. કયો ખ્યાલ ગુણાત્મક છે?   આર્થિક વિકાસ

3. 2014માં વિશ્વમાં માનવવિકાસ આંકની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો?  130

4. 2014માં માનવવિકાસ અહેવાલ મુજબ ભારતની માથાડીઠ આવક કેટલા ડોલર હતી? 5497

5. દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતીક્ષેત્રનો ફાળો ઘટે છે.

6. જીવનની ભૌતિક ગુણવત્તા આંક (PQLI)નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? 100

7. માનવવિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે?   શૂન્યથી એક વચ્ચે

8. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? વિકસિત

9. 2014માં માનવવિકાસ આંકની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો?  નોર્વે

10. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યા ઉકેલવા માટે શેની ઉપર ભાર મૂક્યો? આર્થિક વિકાસ

11. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ ક્યારથી પ્રચલિત બન્યો છે? બીજા વિશ્વયુદ્ધ પછી

12. વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. તેવું કોણે રજૂ કર્યું છે? શ્રીમતી ઉર્સુલા હિક્સ

13. કયો ખ્યાલ માત્ર પરિમાણાત્મક છે? | આર્થિક વૃદ્ધિ

14. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન શેમાં થાય છે? | આર્થિક વિકાસમાં

15. આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તન જ ધ્યાનમાં લેવાય છે? | પરિમાણાત્મક પરિવર્તન

16. કોણે એવું જણાવ્યું છે કે, "વિકાસ એટલે વૃદ્ધિ + પરિવર્તન." | જિરાલ્ડ મેયર

17. આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા છે?   ચાર

18. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતોના મતે આર્થિક વિકાસના એક માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકની સરખામણીમાં કયો માપદંડ ઉત્તમ છે? માથાડીઠ આવક

19. ભારતની રાષ્ટ્રીય આવક દર કેટલા વર્ષે ગણાય છે? દર વર્ષે

20. ભારતમાં વસ્તીગણતરી દર કેટલા વર્ષે થાય છે?  દર 10 વર્ષે

21. માથાદીઠ આવક એ શું દર્શાવે છે? માત્ર સરેરાશ આવક

22. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી છે? ડેવિસ મોરિસ

23. જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ધોરણો કેટલા છે? ત્રણ

24. શિક્ષણનું પ્રમાણ + અપેક્ષિત આયુષ્ય આંક + બાળમૃત્યુ દરનો આંક એટલે શું? PQLI

25. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચનામાં તેનું મૂલ્ય કેટલું દર્શાવવામાં આવે છે? 0 - 100

26. માનવવિકાસ આંક ટૂંકમાં કઈ રીતે દર્શાવાય છે?   HDI

27. માનવવિકાસ આંક ક્યારે રજૂ કરવામાં આવ્યો? 1990

28. માનવવિકાસ આંક કયા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો?  UNDP

29. માનવવિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું ગણાય છે?  1

30. વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં નોર્વેનો આંક કેટલો હતો?  0.944

31. 2015ના HDIના અહેવાલમાં વિશ્વના કેટલા દેશોને આવરી લેવામાં આવ્યા છે?  188

32. સૌથી વધુ માનવવિકાસ ધરાવતાં 1થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવવિકાસનું મૂલ્ય કેટલું છે? 0.890

33. વધુ માનવવિકાસ ધરાવતાં 50થી 105 રાષ્ટ્રોનું સરેરાશ માનવવિકાસનું મૂલ્ય કેટલું છે?  0.735

34. ભારતનો HDIના વર્ગીકરણમાં કયા જૂથમાં સમાવેશ થાય છે ? મધ્યમ માનવવિકાસ

35. 2014માં HDIમાં આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના આંક સાથે છેલ્લા ક્રમે કયો દેશ આવેલો છે? નાઈજર

36. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતોએ કયા નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરી છે? માથાદીઠ આવક

37. કોના નિષ્ણાંતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાડીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ

38. "રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ." આ વ્યાખ્યા કોણે આપી છે? હૅન્સન

39. 2014માં ભારતનો માનવવિકાસ આંક ......... હતો. 0.609

40. નીચેનામાંથી કયો આર્થિક વિકાસનો નિર્દેશક નથી? NSI

41. આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે?  માથાદીઠ આવકમાં વધારો

42. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં વિશેષ છે. તેથી આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે?  બહુમુખી

 

વિભાગ B

1. આર્થિક વૃદ્ધિ એટલે શું?

"આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ-દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો." — હેન્સન "પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ છે." — સાયમન કુઝનેટસ

2. આર્થિક વિકાસનો અર્થ આપો.

અર્થતંત્રમાં થતાં નવીનીકરણો પર આધારિત ઉત્પાદનવૃદ્ધિને આર્થિક વિકાસ કહી શકાય. બીજી રીતે કહીએ તો રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય, ખેતીની સરખામણીમાં ઉદ્યોગ અને સેવાનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધે, પ્રચ્છન્ન બેકારી ઘટે, આધુનિક ટેકનોલોજી અમલમાં આવતા સમય, શક્તિ, ખર્ચ બચે, નવાં વિચારો શોધાય, ઉત્પાદન અને વહેંચણીનું માળખું બદલાય તથા ગરીબી, બેકારી, અસમાનતા ઘટે તેવી અર્થતંત્રની સ્થિતિ.

3. માથાદીઠ આવક એટલે શું?

દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે.

4. રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે?

જો દેશની વસ્તીમાં થતો વધારો રાષ્ટ્રીય આવકમાં થતા વધારા કરતાં ઊંચો હોય તો દેશ વિકાસ કરી શકે નહિ, પરંતુ જે દેશની માથાદીઠ આવક ઊંચી હોય તે દેશમાં મોટા ભાગના લોકો ગરીબીના વિષચક્રમાંથી બહાર આવે છે તથા તેમનું જીવનધોરણ સુધર્યું હોય છે. તેથી માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકાર્ય છે.

5. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો?

જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોર્રિસે રજૂ કર્યો છે.

6. ૨૦૧૪માં HDIના કેટલા દેશોના આંક બહાર પડ્યા છે?

૨૦૧૪માં HDIના ૧૮૮ દેશોના આંક બહાર પડ્યા છે.

7. માનવવિકાસ આંકમાં ક્યાં પરિબળોને આવરી લેવામાં આવ્યાં છે?

ત્રણ પરિબળોને આવરી લેવામાં આવ્યાં છે : (i) અપેક્ષિત આયુષ્ય, (ii) જ્ઞાન (શિક્ષણ), (iii) જીવનધોરણ.

8. બાળમૃત્યુ-દર એટલે શું?

જીવતાં જન્મેલાં દર હજાર બાળકોએ એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યાને બાળમૃત્યુ-દર કહે છે.

9. માનવવિકાસ આંકનું મહત્તમ મૂલ્ય જણાવો.

માનવવિકાસ આંકનું મહત્તમ મૂલ્ય ૧ (એક) છે.

10. ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે?

ઊંચી માથાદીઠ આવક દેશના વિકાસનો દર ઊંચો હોય છે તેમ સૂચવે છે.

11. સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે?

સેનિટેશનની સુવિધા જીવનની ભૌતિક ગુણવત્તામાં (જીવનધોરણમાં) સુધારો સૂચવે છે.

12. બીજા વિશ્વયુદ્ધ પછી વિકાસમાન દેશોએ કઈ સમસ્યાઓ ઉકેલવા આર્થિક વિકાસ પર ભાર મૂક્યો હતો?

બીજા વિશ્વયુદ્ધ પછી વિકાસમાન દેશોએ બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યા ઉકેલવા માટે આર્થિક વિકાસ પર ભાર મૂક્યો હતો.

13. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ ક્યારથી પ્રચલિત બન્યા છે?

૧૯૩૯થી ૧૯૪૪ના બીજા વિશ્વયુદ્ધ પછી વિકાસમાન દેશોએ તેમની સમસ્યાઓ ઉકેલવા પર ભાર મૂક્યો ત્યારે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે.

14. શ્રીમતી ઉર્સ્યુલા હિક્સના મતે, વિકસિત અને વિકાસશીલ દેશોના પ્રશ્નોનું નિરાકરણ કઈ બાબત સાથે સંકળાયેલ છે?

શ્રીમતી ઉર્સ્યુલા હિક્સના મતે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ સાથે જ્યારે વિકાસશીલ દેશોના પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ સાથે સંકળાયેલ છે.

15. હેન્સનના મતે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો.

હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો.

16. સાયમન કુઝનેટસના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું?

સાયમન કુઝનેટસના મતે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક જીવનવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે.

17. આર્થિક વિકાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ જાય છે?

આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ અને સમાજમાં આવેલાં પરિવર્તનોનો સમાવેશ થાય છે.

18. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ કેવાં પરિવર્તનો ધરાવે છે?

આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તનનો અને આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનનો ધરાવે છે.

19. જી. એમ. મેયરના મતે, આર્થિક વિકાસ એટલે શું?

જી. એમ. મેયરના મતે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબીરેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે.

20. મેકલપના મતે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ ક્યારે કહેવાય તે જણાવો.

મેકલપના મતે જો વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનનાં સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવનધોરણ ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય.

21. વિકાસ એટલે વૃદ્ધિ + પરિવર્તન એવું કોણે જણાવ્યું છે?

વિકાસ એટલે વૃદ્ધિ + પરિવર્તન એવું ગિરાલ્ડ મેયરે જણાવ્યું છે.

22. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ કેમ માપી શકાતું નથી? અથવા આર્થિક વિકાસ માપવાનું કાર્ય કેમ મુશ્કેલ છે?

આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી કારણ કે, આર્થિક વિકાસમાં સમાજમાં આવેલાં પરિવર્તનોનો સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે.

23. વિકાસ એટલે જીવનધોરણમાં સુધારો એવું કેમ કહી શકાય નહિ?

વિકાસ એટલે જીવનધોરણમાં સુધારો એવું કહી શકાય નહિ કારણ કે, આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવનધોરણમાં ખૂબ સુધારો થયો નથી. જો માથાદીઠ આવકના વધારા સાથે જીવનધોરણ સુધરે તથા આવકની વહેંચણીની અસમાનતા ઘટે ત્યારે વિકાસ થયો કહેવાય.

24. આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું?

આર્થિક વિકાસની કક્ષા, આર્થિક વિકાસનો દર અને તેનું બંધારણ દર્શાવતા ઘટકો, માપદંડ કે પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો કહે છે.

25. આર્થિક વિકાસના નિર્દેશકો જણાવો.

આર્થિક વિકાસના નિર્દેશકો નીચે મુજબ છે : (i) રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, (ii) માથાદીઠ આવકનો વૃદ્ધિદર, (iii) જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક (PQLI) અને (iv) માનવવિકાસ આંક (HDI).

26. રાષ્ટ્રીય આવકના માપદંડ પ્રમાણે આર્થિક વિકાસ જાણવા કઈ આવક ધ્યાનમાં લેવામાં આવે છે?

રાષ્ટ્રીય આવકના માપદંડ પ્રમાણે આર્થિક વિકાસ જાણવા માટે નાણાકીય આવક, નહિ પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવામાં આવે છે.

27. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ જણાવો.

બેવડી ગણતરી, સ્વ-વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કર ટાળો, કર ચોરી, સાટાપદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવાં કારણોથી સાચો વૃદ્ધિદર જાણી શકાતો નથી.

28. માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ કેમ આવી શકતો નથી?

માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી કારણ કે, દેશની રાષ્ટ્રીય આવક વધારાની સાથે દેશની વસ્તી પણ તે જ દરે વધતી હોય, તો દેશ વિકાસ કરે છે તેમ ન કહેવાય, એટલે કે રાષ્ટ્રીય આવકવૃદ્ધિના દર કરતાં વસ્તીવૃદ્ધિદર નીચો હોય, તો જ દેશે વિકાસ કર્યો છે તેમ કહેવાય.

29. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ જણાવો.

રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ નીચે મુજબ છે : (i) ઉત્પાદનની પદ્ધતિ, (ii) આવકની પદ્ધતિ, (iii) ખર્ચની પદ્ધતિ.

30. રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય કેમ મુશ્કેલ છે?

વિશ્વમાં બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી તેની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે.

31. માથાદીઠ આવકનું સૂત્ર જણાવો.

માથાદીઠ આવક = દેશની કુલ રાષ્ટ્રીય આવક / દેશની કુલ વસ્તી

32. રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક કેમ ચઢિયાતો છે?

રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતાં જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે. આમ માથાદીઠ આવક નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચઢિયાતો છે.

33. કોઈ પણ દેશની માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશના ચલણને કયા દેશના ચલણમાં ફેરવવામાં આવે છે?

કોઈ પણ દેશની માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશના ચલણને પ્રથમ અમેરિકન ચલણ ડોલરમાં ફેરવવામાં આવે છે.

34. માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો સાચો નિર્દેશક કેમ ગણી શકાય નહિ?

માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો સાચો નિર્દેશક ગણી શકાય નહિ કારણ કે, માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે તેવું હોતું નથી તથા માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે છે વધારે. ઉપરાંત દેશની માથાદીઠ આવક ઊંચી હોય પણ તેની વહેંચણી ગરીબોના વિરુદ્ધમાં થઈ હોય,તો પ્રજાનું જીવનધોરણ નીચું રહે તો વિકાસ થઈ શકતો નથી.

35. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું?

વપરાશના ધોરણ કે જીવનધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે.

36. અપેક્ષિત આયુષ્ય એટલે શું?

બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું સરેરાશ આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે.

37. સાક્ષરતા(અક્ષરજ્ઞાન)નો દર એટલે શું?

દેશની કુલ વસ્તીમાં અક્ષરજ્ઞાન ધરાવતી (શિક્ષણ મેળવેલ) વસ્તીનું ટકાવારી પ્રમાણ એટલે સાક્ષરતાનો દર.

38. સમખરીદશક્તિ એટલે શું?

માથાદીઠ આવકની ગણતરી માટે સંબંધિત દેશની આવક અમેરિકન ચલણ કિંમતોમાં (અમેરિકન ચલણ ડોલરમાં) ગણવામાં આવે છે, જેને સમખરીદશક્તિ એટલે PPP (Purchasing Power Parity) કહેવાય છે.

39. માનવવિકાસ આંક ક્યારે અને કોણે રજૂ કર્યો?

માનવવિકાસ આંક ૧૯૯૦માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં UNDP દ્વારા રજૂ થયો.

40. માનવવિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે?

માનવવિકાસ આંકનું મૂલ્ય 0થી 1ની વચ્ચે હોય છે.

41. બે દેશોના સ્થાનની તુલના કરવા HDI ઉપરાંત બીજા કયા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે?

બે દેશોના સ્થાનની તુલના કરવા HDI ઉપરાંત GDI, TAI, HPI, HCI જેવા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે.

42. નીચેનાનું પૂર્ણ નામ આપો.

GDI: Gender Development Index - જાતીય સમાયોજન આંક

TAI: Technological Achievement Index - ટેક્નોલોજી સિદ્ધિ આંક

HPI: Human Poverty Index - માનવ ગરીબી આંક

HCI: Human Consumer Index - માનવ વપરાશ આંક

PQLI: Physical Quality Life Index – જીવનની ભૌતિક ગુણવાતાંનો આંક

HDI: Human Development Index - માનવ વિકાસ આંક

HDR: Human Development Report - માનવ વિકાસ અહેવાલ